હડમતિયામાં પોલિયો નાબુદી અભિયાનના પગલે પોલિયોના ટીપા પીવડાવવામા આવ્યા

- text


હડમતીયા : ટંકારાના હડમતિયામાં પલ્સ પોલીયો નાબુદી અભિયાનને પગલે ૦ થી ૫ વર્ષના બાળકોને ટીપા પિવડાવવામા આવ્યા હતા.
પોલીયો અભિયાન અંતર્ગત દેશમાંથી પોલીયોની બીમારી નેસ્ત નાબૂદ થઈ છે ત્યારે સરકાર દ્વારા સમયાંતરે પોલીયો અભિયાન હાથ ધરીને શૂન્યથી પ વર્ષના બાળકોને બે ટીપાં જિંદગીના પીવડાવવામાં આવે છે. આજ તા.૨૮ મી જાન્યુઆરી રવિવાર અને ૧૧મી માર્ચે ફરી પોલીયો અભિયાન હાથ ધરાશે. જેમાં શૂન્યથી પ વર્ષના તમામે તમામ બાળકોને પોલીયો ડોઝ આપવામાં આવશે
પલ્સ પોલિયોના અભિયાનને સફળ બનાવવા આરોગ્યના અોફિસર દ્વારા રસીકરણના બે બુથ “હેલ્પ સેન્ટર “તેમજ “આંગણવાડી સેન્ટર” પર ટીમો કાર્યરત રહી હતી
આ કાર્યમાં હડમતિયાના સરપંચશ્રી ચાવડા રાજાભાઈ માલાભાઈ હેલ્પ સેન્ટરના અેફ.અેચ.ડબ્લ્યું ભાવનાબેન ભીંડી, અેફ અેચ.અેસ મધુબેન ગોસ્વામી, અેમ.પી.અેચ. ડબ્લ્યું. જગદીશભાઈ જાની તેમજ આશા વર્કર હંસાબેન અજાણા, વનિતાબેન મકવાણા, હંસાબેન ચાવડા અને આંગણવાડી હેલ્પર ઉષાબેન ચાંપબાઈના,હર્ષિદાબેન રામાવત હાજર રહયા હતા.
બુથ પર ન આવી શકનાર રસીકરણમાં રહી ગયેલ બાળકોને બીજા દિવસે ઘેર ઘેર જઈને તેમજ અંતરીયાળ વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી બાળકોને પણ વાડી વિસ્તારમાં જઈને પલ્સ પોલિયોના ટીપા પિવડાવવામાં આવશે.

- text

- text