મોરબી : ૧લી ફેબ્રુઆરીથી તમામ સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું ફરજિયાત પી.એ.એસ. મશીનથી જ વિતરણ થશે.

- text


મોરબી : રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધત્તિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધ્યોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી તથા ખાતર વપરાશ અંગે ખેડૂતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા શુભ હેતુસર ભારત સરકારશ્રી દ્વારા સબસીડીયુક્ત રાસાયણિક ખાતરોનું વેચાણનું POS મશીન મારફતે નક્કી કરેલ છે.

- text

જે અંતર્ગત તા.૧લી ફેબ્રુઆરી-૨૦૧૮ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં રાસાયણિક ખાતરોનું પી.ઓ.એસ. મશીન દ્વારા ફરજિયાત વેચાણ કરવાનું રહે છે. ખાતર ખરીદી માટે
• ખાતર ખરીદી કરવા જનાર ખેડુતે પોતાનું આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે.
• જે ખેડુત પાસે આધાર કાર્ડ નથી, તેઓએ આધાર કાર્ડ માટે નોંધણી કરાવી, નોંધણી નંબર મેળવવાનો રહેશે. આધાર માટે નોંધણી કરાવેલ ખેડુતોએ ખાતર ખરીદી માટે આધાર નોંધણી નંબર અને ચુંટણી ઓળખપત્ર અથવા કિસાન ક્રેડીટ કાર્ડ સાથે, લઈ જઇ ખાતર ખરીદી શકશે.
• ખેડુત વતી ખાતર ખરીદવા જનાર વ્યક્તિએ પોતાનું અને જે ખેડુત માટે ખાતર ખરીદવાનું હોય તે, ખેડુતનું આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે.
• ખેડુતોને, ખાતર વિતરણ કેન્દ્ર પરથી POS દ્વારા ખાતર ખરીદી માટે સંપૂર્ણ માર્ગદર્શન-સહયોગ આપવામાં આવશે.
• રાજ્યના તમામ ખાતર વિક્રેતાઓને રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા પી.ઓ.એસ. મશીન વિના મૂલ્યે પૂરા પાડવામાં આવેલ છે. તમામ ખાતર વિક્રેતાઓને આપવામાં આવેલ પી.ઓ.એસ.મશીનમાં કરાવવાનું થતું રજીસ્ટ્રેશન તથા સોફ્ટવેર અપગ્રેડેશન તથા તેમને મળેલ તમામ રાસાયણિક ખાતરોના જથ્થાનું એકનોલેજમેન્ટ (ACKNOWLEDGEMENT) ની કામગીરીતા.૨0-૧-૨૦૧૮ પહેલાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.
• તમામ ખાતર વિક્રેતાઓને સદર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને આ અંગે કોઇ મુશ્કેલી હોય તો ખેતીવાડી અધિકારીશ્રી / ખાતર ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિશ્રીઓનો સંપર્ક કરવા ભારપૂર્વક જણાવવામાં આવે છે.
• પી.ઓ.એસ.મશીન સિવાય વિતરણ થનાર ખાતર સબસીડીને પાત્ર ગણાશે નહી.
• કોઇ ખાતર વિક્રેતાઓને પી.ઓ.એસ.મશીન લેવાનું બાકી હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિ) / ખાતર ઉત્પાદક કંપનીના નજીકના ડેપોના પ્રતિનિધિ અથવા તો આપના જથ્થાબંધ વિક્રેતાના સંપર્કમાં રહી તાત્કાલિક પી.ઓ.એસ.મશીન લઇ લેવા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવવામાં આવે છે.

- text