મોરબી : ટીમ્બડીના પાટિયા નજીક ટ્રક – બાઇક વચ્ચે અકસ્માતમાં વિધવા માતાના એકના એક પુત્રનું મોત

- text


મોરબી : મોરબી નજીક ટીમબડીના પાટિયા પાસે ટ્રક – બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા વિધવા માતાના સહારા સમાન એક ના એક પુત્રનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજતા પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પરના માહી એપાર્ટમેન્ટના રહેતો અક્ષય પ્રફુલ પટેલ ઉ. ૨૨ નામનો યુવાન પોતાના પલ્સર બાઈક પર ટીંબડી પાટિયા નજીકથી જતો હતો ત્યારે ટ્રક નં જીજે ૫ વાય.વાય. ૬૫૬૮ સાથે બાઈક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

- text

અકસ્માતની કરુણતા તો એ છે કે મૃતક યુવાન અક્ષય સિરામિક ફેક્ટરીમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો અને તેના પિતાનું પણ અવસાન થઇ ગયું હોય, વિધવા માતાનો એક ના એક સહારા સમાન પુત્રનું અકાળે મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માત મામલે મૃતકના પિતરાઈ ભાઈ અનીલ લાડાણીએ ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધાવ્યો છે. પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text