લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતો શખ્સ ઝડપાયો

- text


મોરબી એસઓજી દ્વારા અનઅધિકૃત સિક્યુરિટી એજન્સી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

મોરબી : મોરબીના ઔદ્યોગિક એકમોમાં લાયસન્સ વગર સિક્યુરિટી ગાર્ડ પુરા પાડનાર બિહારી શખ્સને એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એસ.એન.સાટીની સૂચનાથી એસઓજી દ્વારા લાલપર ગામ નજીક રેઇનબો લેમીનેટસ નામના કારખાનામાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ પુરા પાડનાર રાજેશ્વર રામઅધ્યા તિવારી ઉ.૪૦ રે.મૂળ છરહિયા, પોસ્ટ રતનમાલ, તાલુકો મજોલિયા, જી ચંપારણ્ય બિહાર, હાલ રેઇનબો લેમીનેટસ લાલપર વાળા પાસે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી અંગે લાયસન્સ ન હોવા છતાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પુરા પાડતો હોવાનું જણાતા એસઓજી સ્ટાફે સંચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી. ટીમની સફળ કામગીરી પી.આઈ. સલીમ સાટી,શંકરભાઈ ડોડીયા,કિશોરભાઈ મકવાણા,ફારૂકભાઈ પટેલ,જયપાલસિંહ ઝાલા,પ્રવીણસિંહ ઝાલા,મયુરધ્વજસિંહ જાડેજા,નરેન્દ્રસિંહ જાડેજા,ભરતભાઈ ડાભી,ધર્મેન્દ્રભાઈ વધાડીયા અને વિજયભાઈ ખીમાણીયાએ કરી હતી.

- text

- text