મોરબી જિલ્લાનું જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ વાંકાનેર ખાતે યોજાશે

- text


તાલુકા કક્ષાના પર્વ મોરબીના ઘુંટુ, ટંકારાના ઓટાળા, માળિયાના મોટી બરાર અને હળવદના નવા ઘનશ્યામગઢ ખાતે યોજાશે : કલેકટરશ્રી આઇ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને પ્રજાસત્તાક પર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ

મોરબી : આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૧૮ના પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી વાંકાનેર ખાતેની અમરસિંહજી હાઇસ્કૂલના પટાંગણમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. તેમ જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે ૨૬મી જાન્યુઆરી ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની કલેકટર કચેરી સભાખંડમાં યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું
જિલ્લા કલેકટરશ્રી પટેલે ઉપસ્થિત અધિકારીશ્રીઓ પાસેથી પ્રજાસતાક પર્વની થયેલ આયોજન અંગેની વિગતો મેળવી હતી અને જણાવ્યું હતું કે જિલ્લાના વાંકાનેર સિવાયના ચારે તાલુકામાં તાલુકા કક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવશે.જેમાં ટંકારા તાલુકામાં ઓટાળા ગામે, મોરબી તાલુકામાં ઘુંટુ ગામે, માળીયા (મીં) તાલુકામાં મોટી બરાર ગામે, હળવદ તાલુકામાં નવા ઘનશ્યામગઢ ગામે ઉજવાશે.
આ ઉજવણી કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય તેમજ ઉજવણી સ્થાને પૂરતી પાણી વ્યવસ્થા, સૂચારૂ આયોજન થાય તે અંગેતી તમામ બાબતોનું ધ્યાન રાખવા કલેકટરશ્રીએ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારશ્રી નિખીલ બર્વે, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી જોષી સહિતના જિલ્લા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

- text

- text