માળીયા નજીકથી દારૂ બિયર ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઇ

- text


મોરબી : માળીયા પોલીસે સુરજબારી પુલ નજીક ચેકીંગ દરમિયાન દારૂ – બિયરનો જથ્થો ભરેલ સ્વીફ્ટ કાર ઝડપી લીધી હતી, જોકે પોલીસને જોઈ સ્વીફ્ટકારનો ચાલક કાર રેઢી મૂકી નાસી જતા પોલિસે ૧૧૭૬૦૦ નો શરાબ અને સ્વીફ્ટ કાર મળી ૪,૧૭ ,૬૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી કાર નંબરના આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે માળીયા મિયાણા પીએસઆઈ જે.ડી.ઝાલા, પોલીસ કૉન્સટેબલ મહીપતસિંહ સોલંકી,પ્રવિણભાઈ પટેલ,યોગેશદાન ત્થા રાજેશભાઈ સહીત નો પોલીસ સ્ટાફ સુરજબારી ચેક પોસ્ટ પર ચેકીંગ મા હતો ત્યારે એક સ્વીફ્ટ કાર નો ચાલક પોલીસ ને જોઈ સ્વીફ્ટ કાર રેઢી મુકી નાસી છુટ્યો હતો જેના પગલે પોલીસે શંકાસ્પદ સ્વીફ્ટ કાર ની તલાસી લેતા સ્વીફ્ટ કાર માંથી એક્સટ્રા સ્પેશ્યધ વ્હીસ્કી ની સીલ બૂધ બોટલ નંગ 216 કીમૌર રૂપીયા 86400/- ત્થા કીગફીશર સ્ટ્રોંગ બીયર ટીન નંગ 312 કીમત રૂપીયા 31200/- મળી કુલ કીમત રૂપીયા 1,17,600/- નો વિદેશી શરાબ ત્થા સ્વીફ્ટ કાર કિમત રૂપીયા ત્રણ લાખ મળી કુલ રૂપીયા 4,17,600/- નો મુદ્દામાલ માળીયા મીયાણા પોલીસે કબ્જે કર્યો હતો.

- text

આ મામલે માળીયા મિયાણા પોલીસ કૉન્સટેબલ રાજેશભાઈ રામજીભાઈ એ અજાણ્યા સ્વીફટ કાર ચાલક વિરુદ્ધ પ્રો.હી.કલમ 65 ઈ ,116 બી અને 98 (2) મુજબ ગુનો દાખલ કરાવતા પીએસઆઈ જે.ડી.ઝાલા એ સ્વીફ્ટ કાર ના નંબર ની તપાસ ના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

- text