નજરબાગ રેલવે સ્ટેશને કોમ્પ્યુટરાઈઝડ ટિકિટો મળવાનું શરૂ

- text


સામાજિક કાર્યકરોની મહેનત રંગ લાવી : હવે સોમનાથ, ભુજની સીધી ટ્રેન શરૂ કરવા માંગ

મોરબી : ઔધોગિક નગરી મોરબીમાં વર્ષોથી સુવિધાઓથી વંચિત નજરબાગ રેલવે સ્ટેશને અંતે સામાજિક કાર્યકરોની વારંવારની રજૂઆતને અંતે કોમ્પ્યુટરાઈઝડ ટીકીટ બુકીંગ શરૂ થયું છે અને મુસાફરો માટે શૌચાલય સહિતની સુવિધા પણ ઉપલબ્ધ બની છે.

મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઇ મકવાણા અને સુરેશભાઈ સિરોહિયાની લાંબા સમયની રજુઆત બાદ રેલવે તંત્ર દ્વારા મોરબી નઝરબાગ રેલ્વે સ્ટેશન કે જે પ્રાથમિક સુવિધાથી વંચિત હતુ જેથી મુસાફીરોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જે અંગે રેલ્વે તંત્રને અનેકવાર રજુઆતો કરી હતી પરિણામે મોરબી નઝરબાગ રેલ્વે સ્ટેશનને યુ.ટી.એસ, પી.આર.એસ, યુરીનલ તથા સૌચાલય જેવી સુવીધો પ્રાપ્ત થઇ છે.

- text

વધુમાં બન્ને સામાજિક કાર્યકરો દ્વારા મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન ડેઈલી, ગાંધીધામ (મોરબી) કામખીયા (વીકલી), ગાંધીધામ-(મોરબી) બાન્દ્રા (વીકલી), મોરબી રાજકોટ ડેઇલી ડેમુ ટ્રેનની સાથે સાથે ભુજ અને સોમનાથની સીધી ટ્રેન શરુ કરવા માંગણી ઉઠાવવામાં આવી છે જેથી મોરબીના લોકોને અન્ય સ્થળે જવુ નહિ પડે

દરમિયાન નવી સુવિધા શરૂ થતાં ભારતભરના રેલ્વેના પ્રવાસો માટેની ટીકીટો તથા રીઝર્વેશન ટીકીટ હવે મોરબી નઝરબાગ રેલ્વે સ્ટેશનથી પ્રાપ્ત થઇ શકશે અને પ્રવાસીઓની સુવિધા માટે બન્ને સામાજિક કાર્યકરો દ્વારા લડત ચાલુ રાખવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.

- text