માળીયાના ખાખરેચીમાં જુગાર રમતા આઠ પકડાયા

- text


માળીયા : માળીયા પીએસઆઇ સહિતના સ્ટાફે ગતરાત્રીના ખાખરેચી ગામે જુગાર અંગેનો દરોડો પાડી ૮ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ ૨૬૩૫૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલા, પો.કો.માહિપતસિંહ સોલંકી, પ્રવીણભાઈ પટેલ તથા કુલદીપભાઈ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિપતસિંહને મળેલી બાતમીને આધારે ખાખરેચી ગમે દરોડો પાડતા સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમી રહેલા આઠ શખ્સો રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

આ દરોડામાં પોલીસે હિતેશ ઠાકરશીભાઈ પટેલ, અતુલ રતિલાલ વાણદ, મહેશ ભાણજીભાઈ પટેલ, અમરશી દેવજીભાઈ પટેલ, તળશી ઠાકરશીભાઈ પટેલ, ઉસ્માન અલ્લારખાભાઈ સંધી, લલિત રાઘવજીભાઈ પટેલ અને ઈશ્વર હિરજીભાઈ પટેલને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ પટમાંથી ૨૬૩૫૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી.

- text

આ જુગાર દરોડા મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગરધારની કલમો મુજબ ગુન્હો નોંધી કાયસદેરની કાર્યવાહી હાથ ધરી છે.

- text