મોરબીમાં સીરામીક ફેકટરીના મશીનના પટામાં આવી જતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના રંગપર નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતો યુવાન મશીનના પટ્ટામાં આવી જતા મોત નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર નજીક સેલો સીરામીક ફેકટરીમાં કામ કરતા મણીભાઈ ઘનશ્યામભાઈ ગૌડ ઉ.૧૮ નામના યુવાનનું અકસ્માતે મશીનના પટામાં આવી જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજપરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

- text

આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

- text