મોરબી શાકમાર્કેટ નજીક મારમારીમાં લીલાપરના પ્રૌઢ ઘવાયા

- text


મોરબી : મોરબીના શાકમાર્કેટ ચોક નજીક જૂની બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ રિક્ષાચાલક રબારી પ્રૌઢને મારમારી હાથ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના લીલાપર ગામમાં રહેતા છગનભાઇ ગોવિંદભાઇ રબારી ઉ.૫૦ પોતાની રીક્ષા લઈને નિકળા હતા ત્યારે અગાઉની બોલાચાલીનો ખાર રાખી મુના થોભણભાઈ અને મનીષ ભરવાડ નામના શખ્સોએ પ્રૌઢને રોકી ગાળો આપી લાકડી વડે માર મારતા ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું.

- text

આ મામલે ફરિયાદી છગણભાઈની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text