જાથાના નામે પૈસા રળવાનો ધંધો કરે છે જયંત પંડ્યા : મોરબીના ભૂદેવો આકરે પાણીએ

- text


મોરબીમાં વિપ્ર વૃંદ સંગઠનના નેજા હેઠળ કલેકટરને ધગધગતું આવેદન

મોરબી : જાથાના જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે લોકોને બ્લેકમેઇલ કરી પૈસા રળવાનો ધંધો કરતા હોવાનો આક્ષેપ કરી મોરબીના ભુદેવોએ આજે જિલ્લા કલેકટરને ધગધગતું આવેદનપત્ર પાઠવી જાથાને આપવામાં આવેલું પોલીસ પ્રોટેક્શન પાછું ખેંચવા માંગ કરી હતી.

આજે મોરબીમાં વિપ્ર વૃંદ સંગઠનના આગેવાન વિપુલ શુક્લ અને જીગનેશ શાસ્ત્રીના નેજા હેઠળ રેલી કાઢી ભુદેવોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જાથા અને જયંત પંડ્યાનો ભવ્ય ઇતિહાસ સરકાર સમક્ષ મૂકી સસ્પેન્ડ થયેલ જયંત પંડ્યા જાથાના ખોટા પાટિયા ચડાવી લોકોને છેતરે છે અને પોલીસ તથા અન્ય મળતીયાઓને સાથે રાખી પૈસા રળતા હોવાથી તાકીદે પોલીસ પ્રોટેક્શન બંધ કરવા માંગ કરી હતી.

- text

વધુમાં કર્મકાંડી બ્રાહ્મણોને બદનામ કરી ફસાવવા માટે જયંત પંડયા સામે પગલાં લેવાની માંગણી કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મકાંડી ભૂદેવો જોડાયા હતા.

 

- text