આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મોરબી ટીમનું સિલેક્શન

- text


સિઝન બોલ ટુર્નામેન્ટ માટે ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ વિરપરમાં થશે સિલેક્શન

મોરબી : આગામી દિવસોમાં સુરત ખાતે યોજાનાર ૨૭ મી આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મોરબી જિલ્લાના પંચાયતી કર્મચારીઓનું સિલેક્શન ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વિરપર મુકામે કરાશે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સુરત ખાતે ૨૭ મી આંતર જિલ્લા સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે જેમાં મોરબી જિલ્લાના ખેલાડીઓની ટીમનું સિલેક્શન કરવા માટે વિરપર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા.૧૧ અને ૧૨ ના રોજ સવારે ૯ વાગ્યાથી શરૂ કરાશે.

- text

જેથી મોરબી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને બીઆરસી કો- ઓર્ડીનેટર તમામને આ સિલેક્શન પ્રક્રિયામાં ભાગ લેવા જણાવાયું છે.

જો કે આ ટુર્નામેન્ટમાં ૧૧ માસના કરાર આધારિત કે આઉટ શોર્શીગ કર્મચારીઓ ભાગ નહિ લઈ શકે એવી સ્પષ્ટતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અંતમાં કરવામાં આવી છે.

- text