માળીયાના અપહરણના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એસઓજી

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

જાણવા મળ્યા મુજબ એસઓજી પી.આઈ. એસ. એન. સાટીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ચાલતી ઝુંબેશ અન્વયે પોલીસ હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ યાકુબભાઈ અને ધર્મેન્દ્રભાઈ વાઘડિયાને મળેલી બાતમીને આધારે એ.એસ.આઈ.અનિલભાઈ ભટ્ટ, તથા પો.કો. નરેન્દ્રસિંહ જાડેજાએ અશોક ઉર્ફે બાલજી ચંદુભાઈ કોળી (ઉ.વ.૨૩) રહે ચીખલી તા. માળિયા વાળાને ભીમસર ચોકડી માળિયા નજીકથી ઝડપી લીધો હતો. આરોપી અશોક ત્રણ વર્ષથી અપહરણના કેસમાં નાસતો ફરતો હોય જેને ઝડપી લઈને માળિયા પોલીસમાં સોપવામાં આવ્યો હતો.

- text

એસઓજીની આ સફળ કામગીરીમાં કામગીરીમા શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પ્રવીણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, જયસુખભાઈ વસિયાણા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વઘાડીયા અને વિજયભાઈ ખીમાણીયા સહિતનો સ્ટાફ મદદમાં રહ્યો હતો.

- text