યુવા જ્ઞાનોત્સવની સફળતા સમગ્ર ટીમને આભારી : આયોજકો

- text


જ્ઞાનોત્સવમાં સહકાર આપનાર મોરબીની તમામ શાળાઓ અને દાતાઓનો આભાર વ્યક્ત કરાયો

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવ ૨૦૧૮ સફળતાપૂર્વક અને સલામતીપૂર્વક પુર્ણ થવા બદલ જ્ઞાનોત્સવ સમિતિના દરેક સભ્યોને દિલથી અભિનંદન પાઠવી મોરબી યુવા જ્ઞાનોત્સવની સફળતા પાછળ સમિતિના દરેક સભ્યની લાગણીપૂર્વકની નિસ્વાર્થ મહેનત અને ટીમવર્ક જવાબદાર છે. જેથી જ્ઞાનોત્સવની સફળતા સમગ્ર ટીમને સમર્પિત કરી હતી.તેમજ જ્ઞાનોત્સવને તમામ રીતે સહકાર આપનાર મોરબીની શાળા, કોલેજ, શિક્ષણ, સામાજિક, સેવાકીય, ઉદ્યોગિક, રાજકીય ક્ષેત્રના આગેવાનો તેમજ સરકારી તંત્ર, મીડિયા, પોલીસ, પટેલ સમજ વાડીના સંચાલકો તેમેજ દરેક ક્ષેત્રના નામી અનામી લોકોનો જ્ઞાનોત્સવ સમિતિ દિલથી આભાર વ્યકત કરે છે.
સાથો સાથ આ ભવ્ય કાર્યક્રમ જેમના આર્થિક સહકારથી સંપન્ન થયો તેવા તમામ દાતાઓ નો પણ જ્ઞાનોત્સવ સમિતિ સદાય ઋણી રહેશે અને આપણે ટુક સમયમાં જ્ઞાનોત્સવની સફળતા અંગે ચિંતન અને મનન કરવા બધા સભ્યો મળીશું. તેમજ કાર્યક્રમ દરમિયાન આયોજનમાં જેમની ચાવીરૂપ ભૂમિકા છે તેવા સમિતિના સભ્ય કે દાતાઓને કોઈ તકલીફ પડી હોય તેમજ ચાલુ કાર્યક્રમ દરમિયાન સર્જાતા પ્રતિકૂળ સંજોગોના કારણે સ્ટેજ ઉપર સમિતિના સભ્યો કે આપણા માનીતા દાતાઓને કોઈ તકલીફ પડી હોય અથવા તો કોઈની લાગણી દુભાઈ હોય તો આ માટે અમે સમિતિની કોર કમિટી દરેક લોકોની માફી માંગીએ છીએ.
સદાય આપનો સ્નેહભર્યો સહકાર મળતો રહે તેવી આશા સાથે દિલીપ બરાસરા, દેવેન રબારી, રોહન રાંકજા, દિનેશ વડસોલા

- text

મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફરીથી સૌનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text