મોરબીમાં છેતરપિંડી આચરી નાસતા ફરતા રાજકોટના આરોપીને ઝડપી લેતી એસઓજી

- text


મોરબી : મોરબીમાં છેતરપિંડી આચરી છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજકોટના આરોપીને ઝડપી લેવામાં મોરબી એસઓજીને સફળતા મળી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ વર્ષ પૂર્વે નોંધાયેલ છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ મિલન કિશોરભાઈ ધડૂક ઉ.૩૦ રે.પંચનાથ સોસાયટી શેરી નં- ૧ વિરાટ વે બ્રિઝ પાછળ વાળાને મોરબી એસઓજી સ્ટાફના અનિલભાઈ ભટ્ટ અને નરેન્દ્રસિંહ જાડેજાએ બાતમીને આધારે રાજકોટથી ઝડપી લઈ બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો. આ સફળ કામગીરીમાં એસઓજી સ્ટાફના શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા સહીન મદદમાં રહ્યા હતા.

- text

- text