વાંકાનેરમાં દબાણ પ્રશ્ને સપાટો બોલાવતા ચીફ ઓફિસર

- text


વાંકાનેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ સાથે રાખી દબાણ હટાવો ઝુંબેશ ટુક સમયમાં

વાંકાનેર : વાંકાનેરમાં મુખ્ય બજારથી લઈ નેશનલ હાઇવે સુધી દુકાનદારોના દબાણ અને રેકડી – કેબીન ધારકોના ગેરકાયદેસર દબાણને કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરતા વાંકાનેર ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા તમામ ગેરકાયદે દબાણો હટાવવા આદેશ જારી કર્યો છે.

વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યા અને સ્વચ્છતા ઝુંબેશને લઈ ખુદ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અલગ – અલગ વિસ્તારમાં ગયા હતા અને મુખ્ય શાકમાર્કેટ બહાર પાર્કિંગના પટા મારવા, દુકાન બહારના દબાણો હટાવવા વેપારીઓને નોટીસ આપવી, સિંધાવદર દરવાજા બહારના કેબીનોના દબાણ હટાવવા, દાણાપીઠમાં લારી ગલ્લા હટાવવા વેપારીને નોટિસ આપવી, આ ઉપરાંત ભમરીયા કુવા અને પાતળિયા કુવા રોડ પર નગરપાલિકાની જમીન પરના દબાણ હટાવી આ જમીનનો કબજો સંભાળી લેવા વાંકાનેર પાલિકાના એન્જીનીયરને લેખિત સૂચના આપવામાં આવી છે.

- text

આ ઉપરાંત ચીફ ઓફિસર દ્વારા હાઇવે પર સર્વિસ રોડની સફાઈ કરવી, બંધુ સમાજ સિંધાવદર ગેટ પાસે સફાઈ, એચડીએફસી બેન્ક પાસે પાણીનો જાહેરમાં નિકાલ કરનારને નોટિસ ફાટકારવી સહિતની બાબતો અંગે સેનેટરી ઇન્સ્પેક્ટરને લેખિત હુકમો કરાયા છે.

ઉલ્લેખનીય છે કે ટુક સમયમાં જ ટ્રાફિક અને દબાણ પ્રશ્ને પાલિકા અને પોલીસ દ્વારા સયુંકત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય દબાણકર્તાઓમાં ફફડાટ મચી ગયો છે.

- text