મોરબીમાં એક માસ અગાઉ ગરમ પાણીથી દાઝી જનાર બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીમાં એક માસ પૂર્વે ગરમ પાણીમાં દાઝી જનાર નવ માસના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના ભડિયાદ રોડ પર રહેતા મૂળ કળસરના ઠાસરા ગામના પરેશભાઈ ડાભીનો નવ માસનો પુત્ર કુણાલ ગત તા-૨૫-૧૧-૧૭ ના રોજ ગરમ પાણીમાં પડી ગયો હતો જેને પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text