મોરબી : યુવા જ્ઞાનોત્સવમાં તપોવન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પ્રથમ ક્રમે

- text


જનરલ નોલેજ કવીઝ કોમ્પિટિશનમાં સમગ્ર જિલ્લામાં નામ રોશન કર્યું
મોરબી : મોરબીમાં યોજાયેલ યુવા જ્ઞાનોત્સવમાં જનરલ નોલેજ કવીઝ કોમ્પિટિશનમાં જુદી-જુદી ૫૦ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં મોરબીની તપોવન શાળાની બે વિદ્યાર્થીનીઓ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય આવી શાળાનું નામ રોશન કર્યું હતું.

વિદ્યાર્થીઓ,યુવાનોમાં આજના આ સ્પર્ધાત્મક યુગમાં સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે હેતુ થી મોરબીના વિદ્યાર્થીઓ માટે નિર્મલ વિદ્યાલય-મોરબી ખાતે 15 વર્ષથી નીચે અને 15 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ માટેની કસોટી યોજવામાં આવી હતી.આ સ્પર્ધાત્મક કસોટીમાં મોરબીની જુદી જુદી ૫૦ શાળાના વિદ્યાર્થીઓએ આ ૧૦૦ માર્કની કસોટી આપી હતી.

- text

આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપરની કેટેગરીમાં તપોવન વિદ્યાલયની શેરશિયા માનસી જગદીશભાઈ તપોવન વિદ્યાલય સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે અને નકુમ શીતલ રણછોડભાઈ દ્વિતીય ક્રમે આવી શાળાનું ગૌરવ વધારતા શાળા પરિવાર વતી અશોકભાઈ રંગપરિયા અને પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજાએ અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનારને તા. ૫ થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ મહાનુભાવોના વરદ હસ્તે શિલ્ડ અર્પણ કરવામાં આવશે.

- text