શું કહે છે મોરબી જિલ્લાના હારેલા- જીતેલા ઉમેદવારો ? વાંચો અહીં.. 

- text


મોરબી અપડેટ : મતગણતરી બાદ મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં અણધાર્યા પરિણામો આવ્યા છે, જો કે હાર-જીત તો નિશ્ચિત જ હોય છે એક પક્ષ હારે તો જ બીજા પક્ષની જીત થાય છે ત્યારે મોરબી જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ખેલદિલી પૂર્વક હાર-જીત સ્વીકારી એકમેકને શુભેચ્છા પાઠવી હતી.

આજે મતગણતરી બાદ મોરબી-માળીયા બેઠકના વિજેતા ઉમેદવાર લલિતભાઈ કગથરાએ તેમની જીતનો શ્રેય હાર્દિક પટેલ અને પાસના કાર્યકરોને આપી પાટીદાર મતદારોને નકારી ન શકાય તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.

સમાપક્ષે ટંકારા બેઠક ગુમાવનાર ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાએ ખેલદિલી પૂર્વક પાટીદાર મતદારોની નારાજગી નડી ગઈ હોવાનું સ્વીકાર્યું હતું.

- text

મોરબી માળીયા બેઠકમાં વિજેતા ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાએ લાગણીવશ બની જણાવ્યું હતું કે આગેવાનો-કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે અને મતદારોએ અમારા ઉપર મુકેલ વિશ્વાસ ટકાવી રાખી જેમ વૃક્ષમાં ફળ આવે અને વૃક્ષ ઝૂકે તેમ જીતથી ઝુકીને પ્રજાના વધુને વધુ કામ કરતા રહેશું.

સામાપક્ષે ચૂંટણી હારનાર ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર જીત થતી રહે. આ કોઈ મોટી હાર નથી. સામાન્ય મતે હાર થઇ છે. અને લોકોએ આપેલા મતો બદલ મતદારોનો આભાર માન્યો હતો.

એ જ રીતે વાંકાનેર બેઠકમાં વિજેતા બનેલા ઉમેદવાર મહમદ જાવીદ પીરઝાદાએ તેમની જીતનો શ્રેય કોંગ્રેસના કાર્યકર્તાઓની દિવસ રાતની મહેનતને આપ્યો હતો ઉપરાંત પ્રજાજનોએ જાતિ-જ્ઞાતિના રાજકારણને જાકારો આપ્યાનું પણ ઉમેર્યું હતું.

- text