૩૧ ડિસેમ્બરે મોરબીમાં અસ્થિવિષયક ફિઝિયોથેરાપી કેમ્પ

- text


ડી.સી.મહેતા સાર્વજનિક હોસ્પિટલે નિદાન, સારવાર આ અને સાધન સહાય

મોરબી : મોરબીની ડી.સી.મહેતા સાર્વજનિક હોસ્પિટલ ખાતે આગામી તા.૩૧ ડિસેમ્બરે અપંગ માનવ મંડળ અમદાવાદના સહયોગથી વિનામૂલ્યે અસ્થિવિષયક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરાયું છે.

આ કેમ્પમાં અપંગ માનવ મંડળ અમદાવાદના તજજ્ઞ તબીબ ડો.મનીષભાઈ ત્રિવેદી તથા તેમની ફિઝિયોથેરાપી ટીમ દ્વારા બાળલકવો, પોલિયો, ગરદન, પગ, કમર, ખભ્ભા, સાયટીકા, સાંધા સહિતના દુખાવા અને હાડકાના ઓપરેશન પછીની કસરત સારવાર નિઃશુલ્ક આપી જરૂરી સાધનો પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

- text

આ ઉપરાંત કેમ્પમાં વોકર, ઘોડી, સ્ટીક,કસરતના સાધનો આપવામાં આવશે તેમજ કૃત્રિમ પગ અને કેલીપર્સના માપ લેવામાં આવશે અને ૧૫ દિવસ બાદ દર્દીને આપવામાં આવશે. તો કેમ્પનો મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા આયોજકો દ્વારા જણાવાયું છે.

આ કેમ્પ નો લાભ લેવા માટે ડો. હસતિબેન મહેતા, ડી.સી.મહેતા સાર્વજનિક હોસ્પિટલે  બેન્ક ઓફ રોડની બાજુ માં સરદાર રોડ, મોરબીનો  સંપર્ક કરવો

- text