ટંકારા માં બે મકાનને નિશાન બનાવતા તસ્કરો

- text


ટંકારા ના તાલુકા પંચાયત સામે ની સોસાયટી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા બે મકાન ને નિશાન બનાવી ચોરી કરી છું થયા. સોના ચાંદીના દાગીના અને રોકડ 10 હજાર ની ચોરી થઈ હોવાનું અનુમાન ગઢવી પરીવાર દવા લેવા ગયો હતો અને પાછળથી ચોરી થઈ જ્યારે બિજા ધરે માત્ર ઈમિટેશન નુ કામ જોઈ ચોર ખાલી હાથે પરત ગયા

- text

બનાવ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ લતિપર ચોકડી પાસે તાલુકા પંચાયત સામે આર. જી. ભાગિયા વકીલ ની ઓફિસ પાછળ આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટી 5 મા ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મુકેશભા નકુભા ગઢવી મુળ ખાખરા વાળા ના ધરે સોના ચાંદીના દાગી અને 10 હાજર ની રોકડ રકમ ની ઉઠાંતરી કરી હતી તથા ચોરો એ દહી અને નાસ્તા ની જયાફત માણી બાદમાં રેડ ભફેડ કરી આરામ થી ચોરી કરી અંધારામાં ઓગળી ગયા હતાઘર માલીક મુકેશ ભાઈ ગાડી ચલાવે છે અને પરીવાર નુ પેટીયુ રળે છે અને આ ગઢવી પરીવાર રાત્રે જ દવા લેવા રાજકોટ ગયા હતા અને પાછળથી ચોર ખાબકિયા હતા

જ્યારે બિજા ધર ઉમેશ દુબરીયા મુળ કલ્યાણપર ના ઈમિટેશન માટે મકાન ભાડે રાખી કામ કરે છે અને આ મકાન માથી કય હાથમાં ન આવતા ખાલી હાથે પરત ફર્યા હતા  બનાવ અંગે પોલીસ ને જાણ કરી છે અને હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોધાય

- text