પ્રેમ સંબંધ નહી રાખતા પુર્વ પ્રેમિકા અને પતિ ને માર માર્યો ની રાવ

- text


બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ધુંટુ ગામે રહેતા વિજયાબેન કિરણભાઈ રાઠોડ (ઉ.૩૦) ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વિક્રમસિંહ સાથે તેણીને 2 વર્ષ આગાઉ પ્રેમ સબંધ હોય અને ફોન પર વાતચિત કરતા હોય બાદમાં સબંધ રાખ્યો ન હોય તેમજ આરોપી વિક્રમસિંહ માનસી બોટલિંગ કારખાનામાં કામ કરતો દરમિયાન વિજયાબેનને ફોન કરી ફરી પ્રેમ સબંધ રાખવા માટે  હેરાન કરતા વિજયાબેન અને તેના પતિ કિરણભાઈ એ વિક્રમસિંહ ના માનસી બોટલિંગ કારખાને આવીને  સમજાવતા ઉશ્કેરાયેલા વિક્રમસિંહએ વિજયાબેનને ધક્કો મારી અને તેના પત્ની સુશીલાબેન અને વિક્રમસિંહના કાકાના છોકરાએ વિજયાબેન તથા તેના પતિ ને  ઢીકાપાટું નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધવી છે.આ મામલે ટંકારા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

- text