ટંકારાના કલ્યાણપર ગામના બાળકોએ સ્મશાનને ચોખ્ખુ ચણાક બનાવી દીધું

- text


ટંકારા : ટંકારાની બાજુમાં જ આવેલા કલ્યાણપર ગામના છાત્રોએ રજાનો સુંદર ઉપયોગ કરી ગામની સોનપુરી (સ્મશાન)ને ચોખ્ખી ચણાક બનાવી દેતા મોટેરાઓ પણ અચંબિત બન્યા હતા.

આજના બાળકો યુવાનોની શેરી મહોલાની રમતો ભૂલીને મોબાઇલ ટીવીની રમતમાં પરોવાયેલા રહે છે ત્યારે ટંકારાના કલ્યાણપર ગામના બાળકો યુવાનોએ સમાજને નવો રાહ ચીંધી અનેરું કામ કર્યું છે.

- text

વાત જાણે એમ બની કે આ બાળ ગોપાળ રમતા હતા અને તેમનું ધ્યાન ગામના સ્મશાન પર જતાં સ્મશાનમાં ગંદકી જોવા મળી હતી આથી ધોરણ ૮ થી ૧૨ માં ભણતા બાળમિત્રોએ રજા દરમિયાન આખરી મુકામને સ્વચ્છ બનાવવા કામે લાગી ગયા અને જોત જોતામાં મુક્તિધામને ચકચકાટ બનાવી નાખ્યું.

આમ નાના એવા કલ્યાણપર ગામના બાળકોએ નાની ઉંમરે મોટી સોચ બતાવી સમાજને ઉપયોગી બનાવવાનું અનેરું કામ કરતા મોટેરાઓ પણ બાળકોને શાબાશી આપી રહ્યા છે.

 

- text