મોરબી નજીકથી રૂ. 8.80 લાખનો દારૂ ભરેલું આયશર ઝડપાયું

- text


મેડિકલ દવાની આડમાં હરિયાણાથી મોરબી દારૂ આવતો હતો : આરઆર સેલે મોરબી બાયપાસથી અમરેલી જવાના રસ્તે આયશર સાથે એકની ધરપકડ કરી

મોરબી અપડેટ : મોરબી નજીક આરઆર સેલની ટીમે બાતમીની આધારે હરિયાણાથી મેડિલક દવાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈને મોરબીમાં પ્રવેશી રહેલા આયસરને ઝડપી લીધું હતું. આયસરમાંથી કુલ 2376 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે આયસરના ડ્રાયવરને રૂ. 8.80 લાખના દારૂ સાથે કુલ રૂ.27,73,340નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરઆર સેલના પોલીસ અધિકારી કુણાલ પટેલ અને રામભાઈ આહીર સહિતની ટીમે મોરબીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ આવી રહ્યાની બાતમી સાથે વોચ ગોઠવી મોરબી બાયપાસ પાસે અમરેલી ગામ તરફ જતા રસ્તા પર પસાર થતા એચઆર 39ડી 6641 નંબરના આયસરને અટકાવીને તલાશી લેતા તેમાં દવાની સિરપની બોટલોના બોક્સની પાછળ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આયસરમાંથી કુલ 2376વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની બોટલો કબ્જે કરી હતી. પોલીસે રૂ. 8.80 લાખના દારૂ સાથે આયસરમાંથી 13,91,040 રૂનો દવાનો જથ્થો પણ કબ્જે કર્યો છે. આરઆર સેલે દારૂ સાથે કુલ રૂ.27,73,340નો મુદ્દામાલ સાથે આયસરના ચાલાક પવનકુમાર મુકેશચંદ્ર ભારદ્વાજની ધરપકડ કરી છે. જયારે પોલીસની પ્રમિક તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી મીનુ ઉર્ફે જેભગવાન નામના શખ્સે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી છે. આ સાથે પોલીસે આ દારૂનો જથ્થો મોરબીમાં કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.

- text

- text