મોરબી : અપહરણ કરનાર શખ્સોને ઓળખી બતાવતા દેવના મમ્મી

- text


બાળકને ઉઠાવી જવા ઉપયોગમાં લેવાયેલું બાઇક મુખ્ય સૂત્રધાર વિજય પટેલનું હોવાનો ધડાકો

મોરબી : મોરબીના ચકચારી અપહરણ કેસમાં પોલીસે બન્ને આરોપીઓની બાળકના માતા કિરણબેન સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવતા દેવના મમ્મીએ બને આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોરબીના રવાપર રોડ પર જનતા સોસાયટીમાં પટેલ ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પટેલના સાત વર્ષના માસુમ પુત્ર દેવનું અપહરણ થયું હતું અને પોલીસની સતર્કતાથી આ કેસમાં બે આરોપીને ઝડપી લેવામાં આવતા બને આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા ૧૦ દિવસના રિમાન્ડ મજૂર કરવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ આજે તપાસનીશ એ ડિવિઝન પોલીસે આ અપહરણની ઘટનાના નજરે જોનાર સાક્ષી દેવના મમ્મી સમક્ષ ધરપકડ કરાયેલા સની તીરથ દેવનાણી અને સુધીર દયારામ ચોરસિયાની ઓળખ પરેડ કરાવવામાં આવતા દેવના મમ્મીએ બન્ને આરોપીને ઓળખી બતાવ્યા હતા.

દરમિયાન બાળકને ઉઠાવી જવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ બાઇક આ અપહરણનો કારસો ઘડનાર મુખ્ય આરોપી એવા વિજય પટેલનું જ હોવાનું તપાસમાં ખુલ્યું છે.

હાલ તો મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ શ્રી ચૌધરી બંને આરોપીઓ પાસેથી વિગતો ઓકવી રહ્યા છે અને આ અપહરણની ઘટનામાં સંડોવાયેલ વિજય પટેલ સહિતના ચારેય આરોપીઓને ઝડપી લેવા જુદી-જુદી દિશામાં તપાસ ચલાવી રહ્યા છે.

- text