અંતે મોરબી અને ટંકારા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

- text


મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા અને ટંકારા બેઠક પર લલિત કગથરાએ ઉમેદવારી નોંધાવી

મોરબી: આજે ઉમેદવારીપત્ર ભરવાના આખરી દિવસે ભારે ખેંચતાણને અંતે મોરબી-માળીયા બેઠક ઉપરથી કોંગ્રેસના બ્રિજેશ મેરજા અને ટંકારા બેઠક ઉપરથી લલિત કગઠરાએ વિધિવત ઉમેદવારી નોંધાવી હતી.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં મોરબી માળીયા બેઠક ઉપરથી આજે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજાએ વિશાળ ટેકેદાર વર્ગ સાથે ઉમેદવારી નોંધાવી હતી.

એ જ રીતે ટંકારા બેઠક માટે મોરબી જીલા કોંગ્રેસ પ્રમુખ લલિત કાગથરાએ મોરબી કાર્યાલયથી રેલી યોજી ટંકારા ખાતે બહોળા ટેકેદાર વર્ગ સાથે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે રવિવારે કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા જ કોંગ્રેસના અસંતુષ્ઠો અને પાસના દાવેદારોએ ધમાચકડી મચાવતા મોરબી માળીયા અને ટંકારા બેઠક ઓર કોંગ્રેસમાં ભારે રાજકીય ખેંચતાણ વચ્ચે ગઈકાલે કોંગ્રેસના સતાવાર ઉમેદવારો ફોર્મ ભરી શકયા ન હતા.

મોરબી પાસના આગેવાન મનોજ પનારા સહિતના બ્રિજેશ મેરજા સાથે રહ્યા

મોરબી:આજે ૬૫-મોરબી માળીયા બેઠક ઉપરથી કોંગ્રેસના સતાવાર ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે મોરબી પાસના આગેવાનોએ કોંગ્રેસને ટેકો આપી હાજરી પુરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે ૬૫-મોરબી માળીયા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ નામાંકનપત્ર ભર્યું હતું આ તકે મોરબી પાસના આગેવાન મનોજ પનારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કોંગ્રેસને સમર્થન આપતા  કોંગ્રેસ આગેવાનો દ્વારા પાસ અગ્રણીઓનું ફુલહારથી સન્માન પણ કર્યું હતું.

- text