હળવદમાં રોટરેક્ટ કલબ ઓફ હળવદ દ્વારા નિદાન કેમ્પ યોજાયો

- text


રોટરેક્ટ કલબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક આયોજન:દર્દીઓ ઉમટી પડ્યા

હળવદ:રોટરેક્ટ કલબ ઓફ હળવદ દ્વારા કમર અને મણકા ની તકલીફ વાળા હળવદ શહેર અને તાલુકાના દર્દીઓ માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેને ખુબજ સારા પ્રતિસાદ સાપડતા અનેક દર્દીઓ બાકી રહી જતા પુનઃ કેમ્પ યોજવા નક્કી ક્રાયી છે.

આ નિઃશુલ્ક કેમ્પમાં કર્મ હોસ્પિટલ અને ફિજીયોથેરેપી સેન્ટર હળવદ ખાતે સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી માં ફરજ બજાવતા મણકા ના નિષ્ણાંત એવા સ્પાઇન સર્જન ડો. સાગર હાસલિયા અને ટીમ દ્વારા દર્દીઓનું ખૂબજ શાંતિથી અને સારી રીતે સંતોષકારક નિદાન કરવામાં આવ્યું હતું.

કેમ્પ માટે ફોન ઉપર ૧૨૦ દર્દીઓ નોંધાણા હતા અને સ્થળ ઉપર પણ ૧૩૦ જેવા દર્દીઓ વધારા ના નોંધાણા હતા. આમ ૨૫૦ જેટલા દદી ને ફિ સેવા નૉ લાભ મળ્યો હતો.

- text

ઠેરઠેર થી કમર અને મણકા ના દર્દીઓ ઉમટી પડ્યા હતા.જેના હિસાબે એક દિવસ માં બધા ને તપાસવા શક્ય નહીં હોવાથી ફરીવાર આ જ કેમ્પ બીજા ૩ તબક્કામાં રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા કરવાની ગોઠવણ કરવી પડી છે.
એટલો બધો દર્દીઑનો ઘસારો અને પ્રતિસાદ આ કેમ્પ માં સાંપડ્યો હતો. જો કે બાકી રહી ગયેલા દર્દીઓને હવે પછીના કેમ્પની તારીખ ફોન મારફત જાણ કરાશે.

આ કેમ્પમાં અમીરને પડતર ભાવથી મઘ્યમ વર્ગને પચાસ ટકા માં અને ગરીબ ને ફ્રી માં દવાઓ આપવામાં આવી હતી.ફીજીયોથેરાપીસ્ટ ડો. રેખાબેન એ. પટેલ દ્વારા વિનામૂલ્યે કસરત કરાવવામાં આવી હતી.

ઓપરેશનની જરૂરત વાળા દર્દીઓને રાહતદરે સારવાર સદ્દભાવના હોસ્પિટલ ખાતે મળી રહે એની પણ ગોઠવણ રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા કરવામાં આવી હતી.

પ્રોજેક્ટનૅ સફળ બનાવનાર ક્લબ પ્રેસિડેન્ટ મહિપાલસિંહ જાડેજા ,સેક્રેટરી રજની અઘારા,ડૉ.અમીત પટૅલ. તથા
રોટરી પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ, સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા ,નરભેરામભાઈ અઘારા અનૅ ટીમેં ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

- text