કિશોર ચીખલીયાની બગાવત : મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી

- text


છેલ્લી ઘડી સુધી કોંગી અગ્રણીઓ અને પીઢ નેતાઓ દ્વારા સમજાવટ છતાં બગાવત

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોર ચીખલિયાએ મોરબી માળીયા બેઠક ઉપરથી કોંગ્રેસના આદેશનો અનાદર કરી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ચકચાર જાગી છે.

રવિવારે કોંગ્રેસે જાહેર કરેલી સતાવાર યાદીમાં મોરબી-માળીયા બેઠક ઉપર બ્રિજેશ મેરજા ને ટિકિટ આપવામાં આવતા આ બેઠક માટે દાવેદારી નોંધાવનાર કિશોર ચીખલીયા ભારે નારાજ થયા હતા અને ગઈકાલે દિવસભર તેમના કાર્યાલયે ટેકેદારોનો જમાવડો જામ્યો હતો જે મોડીરાત્રી સુધી યથાવત રહ્યો હતો.

- text

દરમિયાન ગઈકાલે કોંગ્રેસના મેન્ડેટ વિરુદ્ધ કોંગ્રેસમાં જ દાવેદારી નોંધવાની જાહેરાત કરનાર કિશોર ચીખલીયાએ અંતે આજે ૨૦૦થી વધુ ટેકેદારો સાથે મોરબી-માળીયા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગગજ નેતાઓ અને વડીલો દ્વારા છેલ્લી ઘડી સુધી કિશોર ચીખલીયાના મનવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ટસ ના મસ થયા ન હતા.

જો કે જિલ્લા પંચાયતમાં કારોબારીની સતા આપવા છતાં કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ બગાવત કરતા આવનાર દિવસોમાં પક્ષ દ્વારા તેમના વિરુદ્ધ શિસ્ત ભંગના પગલામાં લેવામાં આવે તેવી શકયતાઓ પણ જોવાઇ રહી છે.

- text