હળવદ – ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના જયરામભાઈ સોનગ્રાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

- text


ધ્રાંગધ્રા તાલુકા સેવાસદન ખાતે જયંતિભાઈ કવાડીયા સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

હળવદ-ધ્રાંગધ્રા 64 વિધાનસભા બેઠક માટે ભાજપ પ્રદેશ દ્વારા 28 નામોની ત્રીજી યાદી જાહેર થઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે જયરામભાઈ ધનજીભાઈ સોનગ્રાના નામની જાહેરાત કરાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજે સવારે 10 કલાકે ભાજપ કાર્યાલયથી ભવ્ય રેલી સાથે ધ્રાંગધ્રા પ્રસ્થાન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ભારતીય જનતા પાર્ટી સાથે 20 વર્ષથી જોડાયેલા દેવીપુર ગામના જયરામભાઈ સોનગ્રાનું નામ જાહેર થતાં સમગ્ર હળવદ તાલુકામાં કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મો મીઠું કરી શુભેચ્છા પાઠવી હતી. તો સાથોસાથ ભાજપના ઉમેદવાર જયરામભાઈ સોનગ્રાએ કાર્યકરો સાથે મોટી સંખ્યામાં સરા ચોકડી ખાતે શહેર તેમજ ગ્રામ્ય પંથકના કાર્યકરો સાથે હળવદ ભાજપ કાર્યાલયથી ધ્રાંગધ્રા જવા રવાના થતા હતા. ધ્રાંગધ્રા તાલુકા સેવાસદન ખાતે
આ રેલીમાં હળવદ ભાજપના મંત્રી જયંતિભાઈ કવાડિયા, વલ્લભભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, નગરપાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, હિનાબેન મહેતા, એ.ટી.રાવલ, યુવા પ્રમુખ તપન દવે, મહામંત્રી રમેશ ભગત, સંદીપ પટેલ, અશોક પ્રજાપતિ સહિતના ભાજપના મહાનુભાવો જોડાયા હતા. આ વેળાએ ભાજપના ઉમેદવાર જયરામભાઈ સોનગ્રાએ જણાવ્યું હતું કે હળવદ-ધ્રાંગધ્રાની બેઠક પર જંગી બહુમતી સાથે વિજય મેળવીશું તેવું ઉમેર્યું હતું.
હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભાના ઉમેદવાર જયરામભાઈ ધનજીભાઈ સોનગ્રાને ભાજપ પક્ષની ટીકીટ મળતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને આજરોજ બહોળી સંખ્યામાં લોકોની જનમેદની અને કાર્યકરો સાથે જેરામભાઈ સોનગ્રા વાજતે ગાજતે તાલુકા સેવાસદન કચેરીએ પહોચી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી અને ગાડીઓના કાફલા સાથે પહોચેલા જેરામભાઈને ફુલહાર પહેરાવી લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text