જુના ઘાટીલામાં વિદેશી દારૂ ઉતારી મોટર સાયકલ ચાલક ફરાર

- text


મોરબી:માળીયાના જુના ઘાટીલા ગામે રામજી મંદિર નજીક અજાણ્યો મોટર સાયકલ ચાલક વિદેશી દારૂના બે થેલા મૂકી પલાયન થઈ જતા પોલીસે ફરિયાદી બની તપાસ શરૂ કરી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે કોઈ અજાણ્યો મોટર સાયકલ ચાલક ગઈકાલે બે થેલા ભરીને ઈંગ્લીશ દારૂની નાની મોટી ૫૨ બોટલ કિંમત રૂપિયા ૯૨૦૦ ની રેઢી મૂકી પલાયન થઈ જતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.પી.ઝાલાએ ફરિયાદી બની દારૂનો જથ્થો છોડી નાસી જનાર અજાણ્યા મોટર સાયકલ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text