મોરબી : છકડો રિક્ષામાંથી પડી જતા બાળકીનું મોત

- text


મોરબી:મોરબીના સનાળા બાયપાસ ઉપર ગઈકાલે સાંજે છકડો રિક્ષામાંથી બાળકી પડી જતા રિક્ષાનું વ્હીલ ફરી વળતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજે રાજકોટ બેડી ગામના મચ્છાભાઈ વકાતર અને તેમના પરિવારજનો તેમના સબંધીની છકડો રિક્ષામાં જતા હતા ત્યારે મોરબી સનાળા બાયપાસ પર મચ્છાભાઈની પુત્રી જિનલ ઉ.૩ છકડામાંથી પડી જતા રિક્ષાનું વ્હીલ જિનલ પર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના અંગે પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text