મોરબી : તા.૧૪ થી ૨૧ નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

- text


ચૂંટણી અધિકારી દ્વારા વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું

મોરબી:આગામી તા. ૯ ના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી મોરબી દવારા ચૂંટણી જાહેરનામું જાહેર કરાયો છે જે અંતર્ગત તા.૧૪થી૨૧ ઉમેદવારી પત્રો ભરી શકાશે.

જાહેરનામા મુજબ ચૂંટણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી મોરબીની કચેરી તાલુકા સેવા સદન રૂમ નં ૧૦૩ લાલબાગ સેવાસદન મોરબી અથવા મદદનીશ ચુંટણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર મોરબી સમક્ષ તા. ૧૪-૧૧-૨૦૧૭ થી તા. ૨૧-૧૧-૨૦૧૭ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્રો મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્રો રજુ કરી શકાશે જે માટેની નિયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.

- text

રજુ થયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી તા ૨૨-૧૧-૨૦૧૭ ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યા થી ચૂંટણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી મોરબી દવારા ઉપરોકત કચેરી ખાતે જ હાથ ધરાશે. તા..૨૪-૧૧-૨૦૧૭ ના બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેચવાની નોટીસ ઉપરોકત કોઇ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે.

મતદાન કરવાનું થશે તો તા. ૦૯-૧૨-૨૦૧૭ ના રોજ સવારના ૮-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી થશે તેવુ તેઓએ નોટીસમાં જણાવેલ છે.

- text