વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પોમાં મોરબીનો આબેહૂબ માહોલ ઉભો કરાયો

- text


મોરબીનો નહેરુગેટ, દરબારગઢ, સોની બજાર ગાંધીનગરમાં

- text

મોરબી : આગામી ૧૬ નવેમ્બરથી શરૂ થનાર વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો-૨૦૧૭ દરમિયાન ગાંધીનગરમાં મોરબીનો હૂબહૂ માહોલ ઉભો કરી નહેરુગેટ અને ગ્રીનચોક સાહિતના સ્થળોની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.
મોરબી સીરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો સમિટ આગામી ૧૬ નવેમ્બરથી ગાંધીનગર ખાતે શરૂ થનાર છે જેમાં દેશવિદેશના અસંખ્ય લોકો આવનાર છે ત્યારે મોરબી શહેરની આગવી ઓળખ પ્રદર્શિત કરવા ગાંધીનગરમાં સમિટ સ્થળે મોરબીનો આબેહૂબ સેટ ઉભો કરવામાં આવી રહ્યો છે.
મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા અને કે.જી.કુંડરિયાના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ સ્થળે મોરબી શહેરની આગવી ઓળખ પ્રદર્શિત કરવા માટે નહેરુગેટથી લઇ ગ્રીનચોક સુધીની બજારનો માહોલ ઉભો કરાયો છે અને આ સ્થળેથી પસાર થતા કોઈ પણ વ્યક્તિ જાણે મોરબીમાં જ હોય તેવી પ્રતીતિ થશે.
આમ વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો થકી મોરબીની આગવી ઓળખ દેશ-વિદેશમાં ઉભી કરનાર મોરબી સીરામીક એસોસિએશન દ્વારા એક્સપોમાં મોરબીની ઝાંખી ઉભી કરી મોરબીનું ગૌરવ વધારવા પ્રયત્નો કર્યો છે.

- text