ટંકારામાં ૩૬ બોટલ દારૂ સાથે આદિવાસી યુવાન પકડાયો

- text


ટંકારા:ટંકારા પોલીસે ખેત મજૂરી કરવાની સાથે દારૂ વેચવાનો ધંધો કરતા દાહોદ જાંબવાના આદિવાસી ખેત મજૂરને વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે ઝડપી લીધો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસે બાતમીને આધારે મૂળ દાહોદ જિલ્લાના જાંબવા ગામના અને હાલ થોરાળા ગમે રહી ખેત મજૂરી કરવાની સાથે દારૂ વેંચતા બાબુ ભાનું બારીયા નામના આદિવાસી શખ્સને વિદેશી દારૂની ૩૬ બોટલ,કિંમત રૂ.૧૦૮૦૦ તથા બજાજ મોટર સાયકલ કિંમત રૂપિયા ૨૦ હજાર મળી કુલ રૂ.૩૦૮૦૦ સાથે ઝડપી લીધો હતો.
આ મામલે ટંકારા પોલિસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે.ઝાલાએ ગુન્હો દાખલ કરાવી વિશેષ તપાસ શરૂ કરી છે.

- text