ટંકારામાં ખેતીની જમીન પ્રશ્ને ધીંગાણું

- text


ટંકારાની સીમમાં આવેલી ખેતીની જમીન મેળવવા બે મુસ્લિમ પરિવારો લાકડી-ધોકા લઈ સામ-સામે:સામસામી ફરિયાદ

ટંકારા:જર,જમીન ને જોરું ત્રણ કઝીયાના છોરું કહેવત ટંકારામાં સાચી પડી છે,ટંકારા ગામની સીમમાં આવેલી ખેતીની જમીનની મકીકી મુદ્દે ગઈકાલે બે મુસ્લિમ પરિવાર વચ્ચે ધીંગાણું ખેલતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

જણાવા મળતી વિગતો મુજબ ટંકારા ગામની સીમમાં આવેલી ખેતીની જમીનમાં ગઈકાલે નસીમબેન હુસેનભાઈ મેશાણીયા કામ કરતા હતા ત્યારે નસીમબેન મહેબૂબભાઈ,મહેબૂબ કાળા,હુસેન કાળા,નાસિર હુસેન,અમીન હુસેન સહિતના ૧૩ શખ્સોએ આ જમીન અમારી છે ખાલી કરો કહી ઝગડો કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તો બીજી તરફ સમા પક્ષે ફતમાબેન ઈસાદભાઈ ફકીર, રે.ટંકારાવાળાએ શાહબૂદીન,હુસેનભાઈ મેસાણીયા, મકબુલ અબુ,રોશન હુસેન,ઝૂલેખા ગનીભાઈ,રુકૈયા નસીમબેન તથા ત્રણ અજાણી છોકરીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી લોખન્ડના પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે ટંકારા પીએસઆઇ એમ.ડી.ચૌધરીએ સામસામી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

- text