પાવડીયારી નજીક પૈસાની ઉઘરાણી મામલે મારામારી

- text


મોરબી:મોરબીના પાવડીયારી નજીક ગઈકાલે પૈસાની ઉઘરાણી મામલે અનુજાતિના વેપારીને ચાર શખ્સોએ મુઠ અને લાકડાના ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના સો ઓરડી નજીક રહેતા અને ખોડીયાર કોમ્પ્લેક્સમાં મોબાઇલની દુકાન ધરાવતા રમેશભાઈ બચુભાઇ પરમાર ને અગાઉના પૈસાની લેતી દેતી મામલે બીઓઈન નટુભાઈ થરેચા,જીતેન્દ્ર થરેચા,અને બે અજાણ્યા માણસોએ પૈસા ભૂલી જજે હવે ઉઘરાણી કરતો નહિ એમ કહી હાથમાં પંચિયું પહેરી માથામાં અને પગમાં ઇજા કરી લાકડાંના ધોકાથી ફટકારી ઇજા પહોંચાડી હતી.

આ મામલે તાલુકા પોલીસે રમેશભાઈની ફરિયાદ ને આધારે ગુન્હો નોંધી ચારેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text