મોરબીમાં આજે કોંગ્રેસ કાળો દિવસ મનાવી નોટબંધીનાં વિરોધમાં રેલી કાઢી

- text


 

૮ નવેમ્બરે ભાજપે નોટબંધી કરી પ્રજાને મુશ્કેલીમાં મૂકી હોવાથી કાળા દિવસ નિમિતે વિરોધ પ્રદર્શન

મોરબી: નોટબંધીને આજે એક વર્ષ વિતવા છતાં લોકોની મુશ્કેલી દૂર નથી થઈ અને કહેવાતું કાળું નાણું બહાર ન આવતા આજે મોરબીમાં કોંગ્રેસ દ્વારા કાળો દિવસ મનાવી વિરોધ પ્રદર્શન કરવા રેલી યોજી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૮ નવેમ્બરે ભાજપ સરકાર દ્વારા નોટબંધી કરી સમગ્ર દેશની જનતાને મુશ્કેલીમાં મુકેલ હોવાની સાથે નાના લોકોના ધંધા રોજગારની અસર થઈ હોવાથી આ દિવસને કાળો દિવસ મનાવવા નક્કી કરતા આજે મોરબી શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સવારે ૧૦ વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થઈ નહેરુગેટ ચોક સુધી વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન કર્યું હતું.

- text

મોરબી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ કાળા દિવસની વિરોધ પ્રદર્શન રેલીમાં કોંગી આગેવાનો,હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ તકે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લાલિતભાઈ કગથરા, શહેર પ્રમુખ રાજુભાઇ કાવર,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા,ઘનસ્યામ જાકાસાણીયા, મુકેશ ગામી , અમુભાઈ હુંબલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

- text