અહીં પાઉભાજી ખાવા કેમ આવ્યો કહી જાતિ પ્રત્યે હડઘૂંત કરતા ફરિયાદ

- text


હળવદ : હળવદ તાલુકાના માથકમાં ગતરાત્રીના ત્રણ શખ્સોએ અનુસૂચિત જ્ઞાતિના યુવકને જાતિપ્રત્યે હડધૂત કરી માર મારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના માથક ગામે ગઈકાલે રાત્રે પાઉભાજીની લારીએ નાસ્તો કરવા ગયેલા વિનોદભાઈ ધીરુભાઈ રાઠોડને તું અહીં કેમ પાઉભાજી ખાવા આવ્યો તેમ કહી વનરાજ વિરસિંહ રજપૂત,પ્રવિણ વિરસિંહ રજપૂત અને ઘેલા બાવનજી રજપૂત નામના ત્રણેય શખ્સોએ બેફામ ગાલીગલોચ કરી માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યા હતા.

- text

આ ઘટના મામલે હળવદ તાલુકા પોલીસે ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એસ્ટ્રોસિટી એક્ટ સહિતની ભારે ખમ કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text