બહાદુરગઢ હત્યા પ્રકરણમાં બન્ને પક્ષે એક-એક આરોપીની ધરપકડ

- text


સશસ્ત્ર મારમારીની ઘટનામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે  થયેલી સશસ્ત્ર મારામારીની ઘટનામાં એકની લોથ ઢળ્યા બાદ થયેલી સામસામી ફરિયાદમાં મોરબી તાલુકા પોલીસે બન્ને પક્ષે એક-એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ નોરબી તાલુકાના બહાદુરગઢ ગામે ત્રણેક દિવસ પૂર્વે બોલેલી બઘાડાટીમાં બનેવીને ઘરે આવેલ રાજકોટના ભગવતીપરાના જયપ્રકાશ નગર-૪માં રહેતા જીજ્ઞેશભાઈ ઉર્ફ હકો બાબુભાઇ ચાવડા (ઉ.૩૦) નામનો આહિર યુવાનની હત્યા થઈ હતી.

વધુમાં માળીયા હાઇવે પર હોટેલ ધરાવતાં કાનજીભાઇ વાલાભાઇ ચાવડા (આહિર) (ઉ.૪૯) સાથે મૃતકના બનેવી દિનેશભાઇ ગાગુભાઈ ચાવડાને જુની માથાકુટ ચાલતી હોઇ આ ડખ્ખો થતાં બનેવી, તેના ભાઇ ધીરૂ ગગુભાઇ, કિશોર ભીખા ઉર્ફ સુખા ડાંગર સહિતના કાનજીભાઇની હોટલે માથાકુટ કરવા ગયા હોઇ તેમની સાથે જીજ્ઞેશ ઉર્ફ હકો પણ જોડાયો હતો. કાનજીભાઇની હોટેલે આ બધાએ તલવાર, પાઇપ, લાકડી, ધોકાથી ધમાલ મચાવી કાનજીભાઇ ચાવડા તથા તેની સાથેના અન્ય એકને ઘાયલ કરતાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ હોટેલમાં તોડફોડ પણ કરી હતી.

- text

સામે પક્ષે ધબધબાટીમાં જીજ્ઞેશભાઈ ઉર્ફ હકાને પણ છાતીમાં સામેના પક્ષમાંથી કોઇએ છરીનો ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. તેને મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે તાલુકા મથકમાં ખૂનની કોશિશની ફરિયાદ નોંધાઈ હતી.

આ મામલે તાલુકા પોલીસે તપાસ ચલાવતા ગઈકાલે હત્યાના આરોપી દિનેશભાઈ વાઘાભાઈ ચાવડાની અટકાયત કરવામાં આવી હતી તેમજ સામાપક્ષે થયેલી ખૂનની કોશિશની ફરિયાદ સંદર્ભે પોલીસે આરોપી ધીરૂ ગગુ મકવાણા રહે. નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબીને ઝડપી લઇ પોલીસે બન્ને પક્ષે એક એક આરોપીને પકડ્યા છે જયારે બાકીના આરોપીઓ સારવારમાં હોઈ બાદમાં ધરપકડ કરાશે.

 

- text