હડમતિયા ગામનો વડલો બન્યો બગલાઅોનું નિવાસસ્થાન

- text


ટંકારા:ટંકારાના હડમતિયા ગામના પાદરમાં જ વર્ષો પુરાણા વડમાં બગલાઅોનો આશ્રય સ્થાન બન્યો છે. વડ પર બગલાઅોના માળામાં ઉછરતા સંખ્યાબદ્ધ બચ્ચાઅોનો કિલકિલાટ મનુષ્ય માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. વટવૃક્ષ વડ તો જાણે સફેદ અોઢણી અોઢી હોય તેવો લાગી રહ્યો છે. પ્રકૃતિનું સુંદર ઉદાહરણ પુરૂ પાડતા આ વડ નીચે ગામના વડીલો પણ છાયાનો આનંદ લે છે. વડ પરથી નીચે આવી જતા બગલાના બચ્ચાઅોને વડિલો ફરીથી વડની ડાળી પર બેસાડી દઈને પક્ષીપ્રેમીઅોનું ઉદાહરણ આપી રહ્યા છે. વડ નીચે જ ગામને પાણી પુરુ પાડતો પાણીનો ટાંકો હોવાથી ત્યાં મચ્છર-માખીને લીધે ફેલાતા ઉપદ્રવને પણ આ પક્ષીઅો પોતાનો શિકાર બનાવીને સ્વચ્છતા જાળવી રાખે છે. આ બગલાઅોનો વધુ ઉછેર ખેડુતવર્ગ માટે તો વરદાનરૂપ સાબિત થયો છે ખેતર ખેડતા ખેડુત પાછળ કે મોલને વાળી આપતા સમયે દોડાદોડી કરતા આ કુદરતી પક્ષી વીંછી, કાનખજુરા, નાના સર્પો, જેવા ઝેરી જીવલેણ જનાવરો તેમજ રોગચાળો ફેલાવતા માખી-મચ્છરોને ગળીને પોતોનો શિકાર બનાવી લે છે. આમ જોયે તો સ્વચ્છતાના રખેવાળ બનીને પોતાનું કાર્ય કરી રહ્યા છે.

- text