હળવદ : કેનાલમાં ડુબી ગયેલા યુવાનની લાશ મળી : પરિવારજનોમાં શોક

- text


હળવદ : હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં ડુબી જવાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ માળિયા બ્રાંન્ચની નર્મદા કેનાલ જુના માલણિયાદ ગામે ૨૦ વર્ષનો માલધારી યુવાન માલઢોર ચરાવવા જતા તે સમયે કેનાલમાં બકરી પડી જતા યુવાન બકરાને બચાવવા જતા યુવાન પાણીમાં ડુબવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં તંત્ર દ્રારા શોધખોળ આદરાઈ હતી જેમાં બે દિવસ બાદ યુવાનની લાશ મળતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

- text

હળવદ તાલુકાના જુના માલણિયાદ ગામે આવેલ નર્મદા કેનાલમાં યુવાન ડુબી ગયાનો બન્યો હતો. આજ ગામના માલધારી સમાજના ૨૦ વર્ષનો યુવાન ગોકણભાઈ નાનજીભાઈ ભરવાડ દરરોજ માલણિયાદ ગામની સીમમાં માલઢોર ચરાવવા જતો હતો ત્યારે ગુરૂવારે મોડી સાંજ સુધી ઘરે નહી આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી ત્યારે માલણિયાદ ગામની નર્મદા કેનાલમાં બકરી કેનાલમાં ડુબી જતા ગોકણભાઈ ભરવાડ કેનાલમાં ઝંપલાવીને બકરીને બચાવવા જતા કેનાલમાં ડુબવા લાગેલ ત્યારે બનાવની જાણ આજુબાજુ વિસ્તારના રહીશોને થતા ગામ લોકોએ હળવદ મામલતદાર અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી ડુબી ગયેલ યુવાનની શોધખોળ આદરી હતી.નર્મદા કેનાલમાં તરવૈયા ટીમ દ્રારા યુવાનની શોધખોળ આદરી હતી પરતુ ગુરૂવારનો ડુબેલ યુવાનની લાશ બે દિવસ પછી આજે મળતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી.

- text