મોરબી શહેર જિલ્લામાં ૯૩૪ પોસ્ટર,બેનર,હોર્ડિંગ ઉતારાયા

- text


જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતાની કડક અમલવારી આજે પણ કાર્યવાહી ચાલુ

મોરબી:વિધાનસભા ચૂંટણી જાહેર થતા જ જિલ્લા ચૂંટણી તંત્ર હરકતમાં આવી ગયું છે અને ગઈકાલથી શરૂ કરેલી કાર્યવાહીમાં ૯૩૪ વાંધાજનક પોસ્ટર,બેનર,હોર્ડિંગ ભીત લખાણ દૂર કરવામાં આવ્યા છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીના જણાવ્યા મુજબ ચૂંટણીપંચની સૂચના મુજબ સરકારી મિલ્કતોમાં રાજકીય પક્ષો અને રાજ્ય સરકારની પ્રસિદ્ધિ કરતા લખાણો,હોર્ડિંગ,બેનરો ૨૪ કલાકમાં દૂર કરવાના નિયમ મુજબ ગઈકાલથી આજ સુધીમાં ૮૪ દીવાલો પરના લખાણ ઉઓર પિછડા ફેરવી દેવાયા છે,ઉપરાંત ૨૦૦ પોસ્ટર,૧૩૬ બેનર,૫૧૪ ફ્લેક્સ સહિત કુલ ૯૩૪ વાંધાજનક વસ્તુઓ હટાવવામાં આવી છે.

- text

આ ઉપરાંત ૨૫૦ જેટલા ભીત ઉપર લખવામાં આવેલ સૂત્રો હટાવવામાં આવ્યા હોવાનું તેમને જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે આદર્શ આચારસંહિતાના અમલ માટે ચૂંટણીપંચ દ્વારા માર્ગદર્શિકા ઘડી કાઢવામાં આવી છે જે અંતર્ગત સરકારી મિલકતોમાંથી ૨૪ કલાક અને અન્ય જગ્યાઓ પરથી ૪૮ કલાકમાં વાંધાજનક અને સરકારની પ્રશસ્તિ કરતા લખાણો,હોર્ડિંગ,બેનર હટાવવા નિયમ છે જે મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીડીઓ અને શહેરી વિસ્તારોમાં નગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે.
દરમિયાન આચારસંહિતા ભંગ મામલે આજે કોઈ ફરિયાદ માલી ન હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text