વિશ્વ કલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિ માટે ૨૯ નવેમ્બરથી મોરબીમાં વિરાટ સોમયજ્ઞ

- text


મોરબી : આગામી ૨૯ નવેમ્બરથી મોરબીના આંગણે વિરાટ સોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે તા.૪ ડિસેમ્બર સુધી ચાલશે.

મોરબીના આંગણે યોજાનાર વિરાટ વાજપેય સોમયજ્ઞ મહોત્સવના આયોજન અંગે આજે પત્રકાર પરિષદમાં વિગતો આપવામાં આવી હતી જે મુજબ આગામી માસમાં તા. ૨૯-૧૧ થી ૦૪-૧૨ દરમિયાન વલ્લભાચાર્યનગર, એવન્યુ પાર્ક, શેરી નં ૦૪, રવાપર રોડ મોરબી ખાતે વિરાટ વાજપેય સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વ કલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિ માટે યોજાતો સોમયજ્ઞ ભારતની વૈદિક સંસ્કૃતિનો સર્વોપરી યજ્ઞ છે. સોમયજ્ઞ મહોત્સવમાં પદ્મભૂષણ ગોકુલોત્સવ મહારાજ આશીર્વાદના મંત્રોથી અભિમંત્રિત અક્ષતોથી શુભ આશીર્વાદ આપશે. અક્ષત વર્ષા માનવી જીવનમાં વિવિધ કામનાઓની પૂર્તિ માટે, અભિલાષા પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. સોમયજ્ઞની પરિક્રમાના આટાથી જીવનના ચકર દુર થાય છે તે ઉપરાંત યજ્ઞશાળા મંડપ વાંસનો બને છે જે વંશવૃદ્ધી કરે છે,સોમયજ્ઞના ચોથા દિવસે નંદ મહોત્સવ યોજાશે ને પાંચમાં દિવસે ખીરનો પ્રસાદનો લાભ ભક્તોને મળશે. આ સોમયજ્ઞની ઈંટનો ઉપયોગ ઇષ્ટ સિદ્ધિ કરવા બહુ મોટું કામ કરે છે. યજ્ઞની ઇંટોને ઓફીસ, ફેક્ટરી કે ઘરના નીવમાં ઉપયોગ કરવામાં આવે છે. ઇંટો મંત્રમય છે જે અભિલાષા ઇષ્ટ સિદ્ધિ કરાવે છે.
આગામી માસમાં યોજાનાર સોમયજ્ઞનો તમામ ધર્મપ્રેમી ભક્તજનોએ લાભ લેવા આયોજક સમિતિની યાદીમાં જણાવાયુ છે. આ વિરાટ સોમયજ્ઞ ચમનલાલ પી.સરોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે સમગ્ર આયોજનને સફળ બનાવવા સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text

- text