મોરબી : એસટી બસ રોકી ડ્રાઇવર પર છરીથી હુમલો

- text


મોરબી : બેસતા વર્ષના દિવસે સુપર ટોકીઝ પાસે પસાર થતી એસટી બસને રોકીને સામાન્ય બાબતે બસના ડ્રાઇવર પર બે શખ્સોએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.

બનાવ અંગે એસટીના ડ્રાઇવર સલીમભાઈ ઇસ્માઇલભાઈ ચૌહાણે લખાવેલી ફરિયાદ મુજબ તેઓ એસટી બસ લઈને તારીખ 20ના રોજ બપોરે સુપર ટોકીઝ પાસે પસાર થઈ રહ્યા હતા. ત્યારે બસ આડે ઉભેલા કમલેશ દેવીપૂજકને દૂર જવાનું કહેતા આરોપી કમલેશ અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સે ગાળો બોલી ડ્રાઇવર પર લોખંડનો પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે બનાવ અંગે બંને આરોપીઓ સામે જીવણેલ હુમલા અને ફરજ રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text