ટેની કોઈટ રમત વાંકાનેર તાલુકાની શાળાઓએ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો

- text


રાજયકક્ષાના ખેલ મહાકુંભમાં મોરબી જિલ્લાનો દબદબો યથાવત:નવા ધમલપર પ્રા.શાળાના બાળકો ઝળકયા

મોરબી: અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ટેનીકોઈટ સ્પર્ધામા વાંકાનેર તાલુકાની બે શાળાઓના વિધાર્થી ભાઈ-બહેનોએ મેદાન મારી સિલ્વર મેડલ મેળવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની નવા ધમલપર પ્રાથમિક શાળાએ ટેની કોઈટ સ્પર્ધામાં રાજ્યમા પ્રથમ નંબર મેળવેલ હતો અને વાંકાનેરની જ અમરસિંહજી શાળાએ ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લાની ટેનીકોઈટ સ્પર્ધા અંન્ડર-૧૭માં ભાઈઓ -બહેનો બંન્ને ગ્રુપમા રનર્સ અપ રહી સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લાનો ડંકો વગાડી સિલ્વર મેડલ મેળવવેલ છે,
ટેની કોઈટમાં નેશનલ કક્ષા એ ચાર-ચાર ખેલાડીઓની પસંદગી થતા વ્યાયામ શિક્ષક અશોકભાઈ પટેલનની તાલીમ રંગ લાવી છે અને આ ઝળહળતી સિદ્ધિ બદલ તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text