કરોડોના ખર્ચે તાયફા કરતી ભાજપ સરકારના બાબુઓ કહે છે કોમ્પ્યુટર માટે ગ્રાન્ટ નથી : કોંગ્રેસ

- text


માળીયામાં જળ હોનારત બાદ રેશનકાર્ડ-પુરવઠાની કામગીરી ઠપ્પ

માળીયા : માળિયા(મી)પંથકમાં જળ હોનારત બાદ સહાય ચુકવવામાં નિષ્ફળ ગયેલી સરકાર લોકોને રેશનકાર્ડ-પુરવઠા જેવી બાબતોમાં પણ લોલીપપ આપી રહી છે અને કરોડો રૂપિયા તાયફા પાછળ બગડતી સરકાર લોકોની સુવિધા માટે આવશ્યક કોમ્પ્યુટર ખરીદી કરવા ગ્રાન્ટ ન હોવાના ગાણા ગઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયામાં જળ હોનારત બાદ મામલતદાર કચેરીમાં પાણી ભરાઈ જવાથી રેકર્ડ અને કોમ્પ્યુટરને નુકશાની પહોંચી હતી જેને પગલે રેશનકાર્ડ અને પુરવઠાને લગતી તમામબકામગીરી બંધ થઈ જતા કોંગ્રેસ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી,મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયાએ જણાવ્યું હતું કે માળીયામાં હોનારતની સ્થિતિમાં મામલતદાર કચેરીમાં પાણી ભરાવાને કારણે રેકર્ડ નાશ પામ્યા છે તેમજ કોમ્પ્યુટરનો નાશ થયા પછી હજુ સુધી રેકર્ડના અભાવે રેશનકાર્ડ અને પુરવઠાને લગતી કામગીરી ચાલુ થઈ નથી.

- text

આ મામલે સંબંધિત અધિકારીને રજૂઆત કરતા ગ્રાન્ટના અભાવે નવા કોમ્પ્યુટર કે સાધન સામગ્રી લઇ સકાય તેમ નથી તેવા જવાબો મળ્યા છે ત્યારે જીલ્લા પંચાયત પ્રમુખ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા, મોરબી જીલ્લા કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ જાકાસણીયા સહિતની કોંગ્રેસની ટીમે માળીયા વિસ્તારમાં પુરવઠાની તેમજ રેશનકાર્ડની કામગીરી સત્વરે શરૂ કરવાની માંગ કરી હતી.

રજૂઆતના અંતે ભાજપની સરકાર વિવિધ તાયફા અને રોડ શો જેવા નાટકો બંધ કરે તો કોમ્પ્યુટર તેમજ જરૂરી સામગ્રી ખરીદી કરી શકાય એમ જણાવી પ્રજાના કામો માટે અગ્રતા આપવા કોંગી આગેવાનોએ જણાવી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

- text