એસ્માંની ઐસી-તૈસી ! મોરબી પાલિકા કર્મચારીઓની સજ્જડ હડતાલ

- text


પાલિકા કચેરી સામે ધરણા, સૂત્રોચ્ચાર:આવતીકાલે રેલી યોજી કાળા વાવટા ફરકાવાશે

મોરબી:સાતમું પગારપંચ,રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા અને મહેકમ મર્યાદા નાબૂદ કરવા સહિતની પડતર મંગણીને આજથી મોરબી પાલિકાના ૩૧૮ કર્મચારીઓ એસ્માંની ઐસી-તૈસી કરી સજ્જડ હડતાલ પર ઉતરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સહિત રાજ્યની ૧૬૫ નગરપાલિકાના કર્મચારીઓ આજથી ૧૩ ઓક્ટોબર સુધી સજ્જડ હડતાલ પર ઉતરી ગયા છે અને પાણી,લાઈટ તેમજ સફાઈ સહિતની વ્યવસ્થા ખોરવી નાખી હતી.

નગરપાલિકાઓ કર્મચારીઓ દ્વારા પોતાના સાતમા પગારપંચની માંગ,અલગ નગરપાલિકા બોર્ડની રચના કરવી,રોજમદારોને કાયમી કરવા,મહેકમ મર્યાદા નાબૂદ કરવી સહિતના પડતર પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી લડત ચલાવતા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ જ પ્રતિભાવ આપવામાં ન આવતા આજથી હડતાલ પર ઉતરી ગયા હતા.

આજે મોરબી પાલિકાના ૩૧૮ જેટલા કર્મચારીઓ દ્વારા પાલિકા કચેરી સામે સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા અને આવતી કાલે પાલિકા કચેરીથી નગરદરવાજા ચોક સુધી રરલી યોજી કાળાવાવટા ફરકાવવાનું જાહેર કર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે જે અગાઉ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળની જાહેરાત કરતા સરકારે તાત્કાલિક અસરથી એસમાં લાગુ કરી લાઈટ,પાણી,સફાઈની વ્યવસ્થા ઠપ્પ કરવા બદલ આવશ્યક સેવા ધારા હેઠળ પગલાં ભરવા આદેશ કરતા ત્યારે હડતાલ સમેટાઈ ગઈ હતી પરંતુ આ વખતે કર્મચારી દ્વારા એસમા ની ઐસી-તૈસી કરી સજ્જડ હડતાલ પાડવામાં આવી છે.

નગરપાલિકા કર્મચારીઓની હડતાળને પગલે આવતી કાલે અને પરમ દિવસે લોકોને પાણી નહિ મળે અને સફાઈ વ્યવસ્થા પણ ઠપ્પ કરતા લોકોને અગવડતા ભોગવવી પડશે.

- text