મોરબીમાં આંગણવાડી વર્કરોએ ચક્કાજામ કરતા ૧૦૭ ની અટકાયત

- text


આજ દિવાળી કાલ દિવાળી રૂપાણી તારી છેલ્લી દિવાળી સહિતના અવનવા સૂત્રોના નારા લાગ્યા

મોરબી:પગાર,પેન્શન સહિતના વિવિધ પ્રશ્ને આજે મોરબીમાં આંગણવાડી વર્કરોએ નવા બસસ્ટેન્ડ નજીક સૂત્રોચ્ચાર કરી ટ્રાફિકજામ કરતા પોલીસે ૧૦૭ આંગણવાડી કાર્યકરોની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજથી ત્રણ દિવસ માટે મોરબી સહિત રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો દ્વારા પોતાના પગાર વધારા,પેન્શન સહિતના પ્રશ્ને આંદોલન છેડયું છે ત્યારે મોરબી ખાતે સનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ સામે વિશાળ સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી ચક્કા જામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આ તકે આંગણવાડીની બહેનો દ્વારા આજ દિવાળી કલ દિવાળી રૂપાણી તારી છેલ્લી દિવાળી સહિતના અવનવા સૂત્રોચ્ચાર કરી જાહેરમાર્ગ ગજાવ્યો હતો.

- text

પોતાની પડતર માંગણીઓ માટે લડી લેવાના મૂડ સાથે એક વર્ષ બાદ ફરી મેદાનમાં ઉતરેલી આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા જોરદાર ચક્કાજામ કરવામાં આવતા પોલીસે ૧૦૭ આંગણવાડી વર્કરોની અટકાયત કરી હતી,જોબકે આમ છતાં આંગણવાડી કાર્યકરો જરાપણ નાસીપાસ થયા વગર સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે જો સરકાર ચૂંટણી પહેલા પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ લાવે તો ચૂંટણીમાં આંગણવાડી કર્મચારીઓ મતપેટીમાં આનો જવાબ આપશે.

- text