મોરબી સરસ્વતી શિશુમંદિરમાં સોલાર સિસ્ટમનું લોકાર્પણ

- text


રૂપિયા ૭.૫૦ લાખના ખર્ચે સોલાર સિસ્ટમ વસાવાઈ:પાંચવર્ષ બાદ વિજ ખર્ચ શૂન્ય

મોરબી:બાળકોને ઉર્જા બચતની પ્રેરણા મળે અને ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય તે માટે મોરબી સરસ્વતી શિશુમંદિર શાળા દ્વારા રૂપિયા ૭.૫૦ લાખના ખર્ચે સોલાર સિસ્ટમ વસાવવામા આવી છે જેનું ગાંધીજયંતીના અવસરે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્ર ભારતીય સંસ્ક્રુતિ જાળવી રાખી આધુનિક શિક્ષણ આપતા મોરબીના શિશુ મંદિર વિદ્યાલયમાં ઉર્જા બચત માટે સોલાર ઉર્જાનો ઉપયોગ શરૂ કરાયો છે ગાંધી જયંતિના અવસરે શાળામાં ફિટ કરવામાં આવેલ સોલાર ઉર્જા સિસ્ટમનું લોકાર્પણ કરી અને વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું.

- text

વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં એસ.પી. જયપાલસિંહ રાઠોડ,ડે.કલેકટર દમયંતિબેન બારોટ,ડો.જયંતીભાઈ ભાડેસિયા,ડી.ઈ.ઓ. બી.એન.દવે,ડો.જયેશ પનારા,જયંતીભાઈ રાજકોટિયા,સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

વધુમા બાળકોને વીજ બચતની પ્રેરણા મળે તે ઉદ્દેશથી શિશુમંદિર ખાતે ફિટ કરાયેલ સોલાર ઉર્જા સિસ્ટમ પાછળ રૂ.૭.૫૦ લાખનો ખર્ચ થયો છે જે આગામી પાંચ વર્ષમાં વસુલ થઈ જશે અને આ સોલાર પ્લાન્ટનું ૨૫ વર્ષનું આયુષ્ય જોતા બાકીના ૨૦ વર્ષ સુધી સંસ્થાને મફત વીજળી મળનાર હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરસ્વતી શિશુ મંદિરના નિયામક સુનીલભાઈ પરમાર,માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના પ્રમુખ ડૉ.જયંતીભાઈ ભાડેસીયા,માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના મંત્રી ડૉ.બાબુભાઈ અઘારા અને કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.

- text