ટંકારા તાલુકાના ખેડૂતોને સહાયની વાતો હવામાં ઓગળી

- text


વડાપ્રધાને ખેડૂતોને ૫૦૦ કરોડની સહાય ચૂકવવાના નામે મશ્કરી કરી

- text

ટંકારા:સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જ્યા પડ્યો છે તેવા ટંકારા તાલુકાના ખેડૂતોને નુકશાની પણ સૌથી વધુ થઈ હોવા છતાં સરકારે સહાય ના નામે કોણીએ ગોળ ચોંટાડયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી અશોક ચૌધરીએ લગાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકામાં ઓણ સાલ ભારે વરસાદ પડયા બાદ ખેડૂતોને જમીન ધોવાણ અને પાકમાં વ્યાપક નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.જોકે સરકારે સર્વે પણ કરાવ્યો છે અને વડાપ્રધાને ૫૦૦કરોડની ખેડૂતોને સહાય ચૂકવવાનો વાયદો પણ કર્યો હતો.
બીજી તરફ સર્વે કર્યાને લાંબો સમય વીતવા છતાં સરકારના વાયદા હવામાં ઓગળી જતા કોંગ્રેસ અગ્રણી અશોક ચૌધરીએ તાકીદે ખેડૂતોને જમીન ધોવાણ અને પાક નુકશનના નાણાં ચૂકવવા માંગ કરી છે.

 

 

 

- text